ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામની સીમમાં બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત એકને ઈજા પોહચી.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વાઘસેપા ગામની સીમમાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં હરિલાલ વસાવા અને કરણ વળવી નું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એક વ્યક્તિ સ્નેહલ વસાવા ને ઈજા પોહચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવને લઈ ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.