આજે સવારે 9 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા SOG પોલીસ ટીમ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન બાતમી ના આધારે SOG પોલીસે પોશીના તાલુકાના બારા ગામ થી પાલીયાબીયા જતા રસ્તા પરથી રૂ.5 હજાર ની કિંમત ની દેશી બનાવટ ની સિંગલ બેરલ ફુલ્લીદાર બંદૂક કુપાભાઈ ખીમાભાઈ ગમાર પાસે થી મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.