કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જોટાણા તાલુકાના ધોળાસણ ગામની પ્રાથમિક શાળામાં કડિયા કામ કરતા રાજસ્થાની મજૂરો પર 3 લૂંટારોએ રાત્રી દરમિયાન હુમલો કર્યો હતો.મજુર સુરેશ કટારા,સીતારામ અને વીકલેશ શાળામાં જ રાત્રે સુઈ રહ્યાં હતા.અચાનક શાળામાંથી અવાજ આવતા સુરેશ કટારા જાગી ગયો હતો તેમજ તે જોયું હતું કે સીતારામ અને વિકલેશ એક એક ઈસમને પકડી રાખ્યો છે.જે સમયે અન્ય 2 લૂંટારાઓ છરી વડે હુમલો કરી મોબાઈલ અને બાઈક લઈ નાસી છૂટ્યા હતા.