પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે વિવિધ વિસ્તારોમાં ઘેર ઘેર પીવાના પાણીમાં ક્લોરીનેશન કરાયું છે. ધર્મજ ગામે છેલ્લા ઘણા દિવસથી કમળાના કેસોને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અને વિવિધ ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે.25 હજારથી વધુ ટેબલેટનું વિવિધ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે.