આજે તારીખ 8 ઓક્ટોબરે પૂછે રૂપાણીનો જન્મદિવસ છે તેની યાદમાં દર વર્ષે આ દિવસ બાળ સંગમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિશે નિવેદન આપતા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે જરૂરિયાતમંદ બાળકોને ફન વર્લ્ડમાં રાઈડ્સની મજા ફ્રીમાં માણવા મળી હતી. સાથે તેઓને ભોજન પણ આપવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પરનો આનંદ જોઈને તેમને અનેરી ખુશી પ્રાપ્ત થઈ હતી.