ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ગોરડ સ્મશાન અને મેલડી માતાના મંદિર તેમજ કેસરી નંદન હનુમાનજી મંદિર પાસે દાનપેટી તોડી ચોરી થયાના બનાવોમાં ઘોઘારોડ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.પોલીસે દિપક ઉર્ફે દિપો અરવિંદભાઈ મોણપરાને ઝડપી પાડ્યો છે. આરોપીએ ગોરડ સ્મશાન અને મેલડી માતાના મંદિરેથી ₹6,500 તેમજ હનુમાનજી મંદિરની દાનપેટી તોડી ₹4,500 ની રોકડ રકમ ચોરવાનો ગુનો કબૂલ કર્યો છે.ઘોઘારોડ પોલીસે આરોપી પાસેથી કુલ ₹11,000 રોકડ રકમ રિકવર કરી વધુ તપાસ શરૂ કરી છે.