ગોધરા શહેરના હોળીચકલા ખાતે શ્રીગણેશ વિસર્જન જોવા આવેલા કંકુ થાંભલા ગામના 20 વર્ષીય રાહુલ રમેશભાઈ ભાભોરનો રૂ.33 હજારનો મોબાઈલ અજાણ્યા વ્યક્તિએ ચોરી લીધો હતો. ઘટના 1 સપ્ટેમ્બરની રાત્રે નવ વાગ્યે બની હતી. રાહુલભાઈએ ખિસ્સામાંથી મોબાઈલ ગુમ થયાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. બાદમાં 3 સપ્ટેમ્બરે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે અજાણ્યા શખ્સ સામે તફડંચીની ફરિયાદ નોંધાઈ છે.