વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે ના દિવસેજ ખેડા જિલ્લા પંચાયત ફાર્માસીસ્ટ એસોસિએશન ને નવા પ્રમુખ મળ્યા. ખેડા જિલ્લા પંચાયત ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા આજે સવારે 10 વાગે નડીયાદ કોલેજ રોડ ખાતે આવેલ એક્વાયસ હોટલમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડા જીલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નિવૃત્ત થયેલ કુલ 7 ફાર્માસિસ્ટોને શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું