પાટણ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સરહદી તાલુકાઓ રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંતલપુર તાલુકામાં વૌવા, મઢુત્રા, જાખોત્રા, એવાલ, રણમલપુરા, બકુત્રા, બાબરા અને કલ્યાણપુરા ગામો ભારે વરસાદથી અસરગ્રસ્ત બન્યા હતા. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સત્વરે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કલેક્ટર તુષાર ભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.