માં અંબાની આરાધના નો પર્વ એટલે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહેલ છે અને મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ અલગ અલગ ગરબા મહોત્સવના આયોજનોમાં ગરબે ઘૂમવા જતા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓ અથવા યુવતીઓ અને બાળકી ઓ કે જે ગરબા રમવા માટે ગરબા મેદાનમાં જતા હોય અને તેઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેઓની સેફટીને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા વિડીયો જાહેર કરી જાગૃત કરવામાં આવ્યા હતા.