કઠલાલ તાલુકાના ભાનેર પાસેથી લાકડા ભરેલ ટ્રોલી ની ચોરી થવાની ઘટના બની હતી.આ મામલે પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી હતી.બાતમીના આધારે કઠલાલ પોલીસે ચોકડી પાસે એક ઈસમને ટ્રેક્ટર સાથે ઉભો રાખી તપાસ કરતા તે યોગ્ય જવાબ આપી શકતો ન હતો.વધુ પૂછપરછ કરતા ભાનેર પાસેથી ચોરેલ ટ્રેકટર ની ટોલી નો ભેદ ખુલ્યો હતો અને પોલીસે સદસ ઈસમને ટ્રેક્ટર,ટ્રોલી તેમજ લાકડા મળી કુલ રૂપિયા₹4,90,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ કરી હતી.