ગોંડલ માનવતાની મહેક એડવોકેટની સરાહનીય કામગીરીથી મૂકબધિર યુવકનો પરિવાર સાથે મિલનગોંડલના જેતપુર રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે રહેતા ગજાભાઈ સરાણીયાનો મૂકબધીર દીકરો દલુભાઇ ગત રાત્રિએ મેળામાંથી ભૂલો પડી ગયો હતો. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા, તેવામાં શહેરના એક જાગૃત એડવોકેટની સમયસૂચકતા અને માનવતાવાદી અભિગમને કારણે દલુભાઇનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું હતું. દલુભાઇ રાત્રિના સમયે મેળામાંથી ઘરે પરત ફરતી વખતે રસ્તો ભૂલીને કંટોલીયા-બાંદરા રોડ તરફ ચાલ્યા ગય