કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી માર્ગ ઉપર અંબાજી જતા પદયાત્રીકો માટે બનાવવામાં આવેલા છે એવા કેમ્પનું જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રશસ્તિપત્ર અને માતાજીની ચુંદડી આપી અને સન્માન કર્યું હતું ભાજપ દ્વારા આ વર્ષે સેવક કેમ્પોના આયોજકોનો અને તેમની ટીમનો સન્માન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે જિલ્લા ભાજપ પ્રમુખે મંગળવારે રાત્રે 11:00 કલાકે વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી અને તેના આયોજકોનું સન્માન કર્યું હતું.