ભરૂચથી સુરત જવાના માર્ગ ઉપર અવારનવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ત્યારે આજરોજ બિસ્માર રોડ અને જર્જરિત આમલાખાડી બ્રિજને કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.જેને પગલે 2થી ત્રણ કિલોમીટર સુધી વાહનની લાંબી કતાર જોવા મળી હતી.આ ટ્રાફિકજામને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા.