સાયલા તાલુકાનો થોરીયાળી ડેમ ૧૦૦ ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવ્યા હતા થોરીયાળી ડેમના સેક્શન ઓફિસર જણાવવામાં આવ્યું છે જિલ્લાના સાયલા તાલુકાના થોરીયાળી ગામ પાસે આવેલો થોરીયાળી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા જુના જસાપર, નવા જસાપર, થોરીયાળી, મોટા કેરાળા, વડીયા, સમઢીયાળા, જુની મોરવાડ, નવી મોરવાડ, વસ્તડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા જણાવ્યું છે