સોનગઢ શહેરના યુપી નગર નજીક નજીવી બાબતે સળિયા વડે મારામારી થતા ત્રણ સામે ગુનો દાખલ થયો.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ યુપી નગર નજીક નજીવી બાબતે યુવકો વચ્ચે થયેલી મારામારીમાં સળિયા વડે માર મારવામાં આવતા ફરિયાદી દ્વારા ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે સુજલ, રવિ અને જીતુ જેઓના પૂરા નામ સરનામાં નહીં ખબર હોય તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.