હાલમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી શરૂ થઈ છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસમાં આવેલ આરટીહોલ ખાતે એકદંતાય યુવક મંડળ દ્વારા શ્રીજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ધાર્મિક ઉજવણીની સાથે સાથે સામાજિક કાર્યક્રમ યોજાય અને સમાજને મદદરૂપ થવાય તે હેતુસર એકદંતાય યુવક મંડળ દ્વારા મૈત્રેયી ફાઉન્ડેશનના સહકારથી આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.