જુનાગઢમાં સર્વે પિતૃ ભાદરવી અમાસને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આવતીકાલે દામોદર કુંડ ખાતે લાખો ભક્તો પિતૃ તર્પણ કરશે.ભીડને નિયંત્રિત કરવા માટે સોનાપુર સ્મશાન પાસેથી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.આ બંદોબસ્તમાં બે પીઆઈ, પાંચ પીએસઆઈ, ૮૬ પોલીસ જવાન તેમજ ૬૦ જીઆરડી અને હોમગાર્ડ જવાન ફરજ બજાવશે.ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ લોકોને અપીલ કરી છે કે, દામોદર કુંડ ખાતે આવતા સમયે પોલીસને પૂરતો સહકાર આપવામાં આવે.