કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી જળવાય તે અભિગમ સાથે બોરું ટર્નિંગ પાસે કટ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી જે અનુસાર આજે તેરમાં દિવસે નવો કટ આપવા ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ સાંસદ રાજપાલસિંહ જાદવ ના હકારાત્મક અભિગમ ને કારણે તંત્ર દ્વારા આપેલ ખાતરી મુજબ કામ શરૂ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ સાંસદ રાજપાલસિંહ જાદવ પણ આજ રોજ આ સ્થળની મુલાકાત લેનાર છે.