રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. ની ટીમ એમ્બ્યુલન્સ વાન સહિત ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આર.બી.એસ.કે. ની ટીમ દ્વારા નવજાત શિશુ થી લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની દરકાર કરવામાં આવે છે.