# Jansamasya : મહે.પો.સ્ટે.પાસે ઢાળવિસ્તારમાં બસમાં અચાનકજ કોઈ ખામી થતા બસ બંધ થઈ જતાં ટ્રાફિકની સર્જાઈ સમસ્યા. આ બસ જે ગોધરા થી અમદાવાદ જઈ રહી હતી તેમાં મહુધા, કઠલાલ જેવા વિવિધ વિસ્તારોમાંથી પેસેન્જરો અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે સેન્સર વાળી બસ હોય અને ફ્યુજમાં કોઈ ખામીને લઈને મેઈન રોડ ઉપરજ લાઈટો તૅમજ બસ બંધ થઈ હતી. ત્રણ ચાર કલાક સુધી કોઈ નિરાકરણ ન આવતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.પેસેન્જરો અટવાતા આવી બસોને બંધ કરી યોગ્ય બસોની માંગ ઉઠી હતી.