વ્યારા તાલુકાના પાનવાડી ખાતે ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું.તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સોમવારના રોજ 12 કલાકની આસપાસ ધરણા પ્રદર્શન યોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં પ્રધાનમંત્રી ના માતા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી નો વિરોધ કરી આવેદન આપી કાર્યવાહી ની માંગ કરાઈ હતી.