બોટાદમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદના નવા પોલીસ અધિક્ષક સહિત ડિવાઇએસપી, પીઆઈ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિત 100 થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ કોમ્બિંગ હાથ ધરાયું હતું. બુટલેગરો, હિસ્ટ્રીસિટરો સહિતના અસંખ્ય ગુના ધરાવતા આરોપીઓને પોલીસ અધિક્ષક સમક્ષ રજૂ કર્યા હતા, બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.