ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે મહાલથી બરડીપાડા રોડ વચ્ચે ઘૂલદા ગામ પાસે કાહડોળના વળાંકમાં એક મારુતિ સ્વીફ્ટ કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.સુબિર પોલીસની ટીમે દારૂના જથ્થા સહિત ૩.૨૪ લાખ રૂપિયા કરતા વધુનો મુદ્દામાલ કબજે કરેલ છે.અહી સ્વીફ્ટ કારનો ચાલક નાસી છુટેલ હોય જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. સુબીર પોલીસે રોહી મુદ્દામાલ સહિત કાર મળી કુલ 3,24, 385 નો મુદામાલ કબજે કર્યો છે