માંગરોળ તાલુકામાં કુટુંબની આવક વધતી હોય તેવા શંકાસ્પદ 10484 રેશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટિસ અપાસે. માંગરોળ તાલુકામાં કુલ 40,000 જેટલા રેશનકાર્ડ ધારકો છે સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ હાલમાં સરકારના ઓનલાઇન મળેલ ડેટામાં 10484 રેશનકાર્ડ ધારકો અન સલામતી કાયદા હેઠળ લાભ લઇ રહ્યા છે