ધીણકી ગામ વાડી વીસ્તારમાં આવેલ રામદેભાઇ ખીમાભાઇ કરંગીયાની કબ્જાની વાડીમાં આવેલ ખેતીના ઓજારો રાખવાના ગોડાઉનમા જુગાર અંગેની રેઇડ કરી ગંજીપતાના પાના વડે ત્રણપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા કુલ સાત ઇસમો કુલ રોકડ રૂપીયા ૩૦,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ પો.હેડ કોન્સ. હરપાલસિંહ ચતુરસિંહ જાડેજાએ ફરીયાદ આપેલ છે. જે આગળની તપાસ દ્વારકા પો.સ્ટે દ્વારા હાથ ધરવામાં આવેલ છે.