જાંબુઘોડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર જાંબુઘોડાના સ્વયં સેવકોઓએ આજે રવિવારના રોજ ફ્યુચરલિંક સ્કૂલ ખાતે ઉજવણી કરી હતી.જેમા સ્વયંસેવકો દ્વારા ધ્વજ વંદન અને સંઘ પ્રાર્થના સાથે કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે જાંબુઘોડા સંઘના પ્રચારકો અને કાર્યકર્તાઓએ સંઘની સ્થાપનાથી લઈને આજદિન સુધીના રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે પ્રકાશ પાડી લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાના સંકલ્પ વ્યક્ત કર્યા હતા