ભરૂચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી,હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત પટેલ,ધનંજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વટારીયા ગામ પાસે સુગર ફેકટરી સામે આવેલ ફતેસિંગ વસાવા પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 3.23 લાખ અને 4 મોબાઈલ ફોન તેમજ એક ફોર વહીલર મળી કુલ 10.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.