નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું કે, અગાઉ 28 સપ્ટેમ્બરના રોજ અમે તત્કાલિકન પાલિકા અને હાલની મહાનગરપાલિકાના કર્મચારીઓના PF અને લઘુત્તમ વેતનમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી. જે સંદર્ભે કેવા પ્રકારના પગલા લેવાયા છીએ તે બાબતે રજૂઆત કરવા આજે કોર્પોરેશન કચેરીમાં ગયા હતા. જ્યાં અમે ડેપ્યુટી કમિશનર દેસાઈની ચેમ્બરમાં રજૂઆત કરતા હતા ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા કાર્યકરને ગાળો બોલી હતી...