ભરૂચના હાજી ખાના વિસ્તારમાં વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ૮૦ હજાર વીજ બિલ આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા.ભરૂચના હાજી ખાના વિસ્તારમાં રહેતા મીનેશ પ્રજાપતિએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ત્રણ ગણું બિલ આવતા પરિવાર મૂંઝવણમાં મુકાયો છે.સામાન્ય મીટરમાં 7 થી 8 હજાર બિલ આવતું હતું સોલાર પેનલ સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 78 હજાર બિલ આવ્યું હોવાનો વીજ ગ્રાહકે આક્ષેપ કર્યો છે.આ અંગે પરિવારે GEBના અધિકારીને જાણ કરતાં તેઓએ તપાસ કરાવીશું તેમ જણાવ્યું હતું.