ઘોઘંબા નજીક આવેલા રણજીતનગર ખાતે આવેલ GFL કંપનીમાં આજે બુધવારે અચાનક ગેસ લીકેજ થતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે આ સમગ્ર બનાવમાં તમામ ઇજાગ્રસ્તોને હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે આ બનાવમાં કંપનીના મંદિરમાં પૂજા કરવા ગયેલા એક પૂજારીનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે