વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા ઇનોવેશન અને રિસર્ચને પ્રોત્સાહિત કરવા માટે ‘રિસર્ચ એક્સેલેન્સ એવોર્ડ’ની શરૂઆત કરવામાં આવી છે. આ એવોર્ડની શરૂઆત યુનિવર્સિટીના સાતમા સ્થાપના દિવસની ઉજવણીના અવસર પર ૨૫મી સપ્ટેમ્બર, ગુરુવારના જીસેટ કોલેજ ખાતે કરવામાં આવી હતી પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ તથા ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઇની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.