મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી ના હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રીક કાર મારુતિ ઈ વીટારાને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ અને બેટરી પ્લાન્ટ નું ઉદઘાટન કર્યું છે. દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડશે. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.