પંચમહાલ જીલ્લા મજદૂર સંઘે વિશ્વકર્મા જયંતીના દિવસે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે રાજ્ય સરકારને કલેકટર મારફતે આવેદનપત્ર આપ્યું છે. શ્રમિક જગતના આરાધ્ય દેવ ભગવાન વિશ્વકર્માની જયંતી શ્રમિકો, કારીગરો અને ઉદ્યોગજગતમાં પૂજન, શોભાયાત્રા તથા સેવાકાર્યથી ઉજવાય છે. મજદૂર સંઘે જણાવ્યું કે આ દિવસે કારીગરો રોજિંદું કામ મૂકી ભક્તિપૂર્વક ઉજવણી કરે છે. તેથી સરકાર જાહેર રજા જાહેર કરે તો શ્રમિકોને ધાર્મિક તથા સામાજિક રીતે ઉજવણી કરવાનો સત્તાવાર અવસર મળશે