વિજાપુર જંત્રાલ ગામના રોહિત વાસ માં રહેતા મોતી ભાઈ સોલંકી ને ગામના સરકારી આવાસ માં રહેતા કાન્તિ ભાઈએ તું કેમ એમને અહીથી આવ જવા ની ના પાડે છે. તેમ કહી સોમવારે બપોર ના કાન્તિ ભાઈ સોલંકી અને બીજા છ ઘર આગળ આવી લાકડી અને છૂટી ઈંટો ફેંકી ઘર ના ત્રણ જણાને સામન્ય ઈજાઓ કરી ધમકીઓ આપતા મોતી ભાઈ સોલંકીએ પોલીસ મથકે આજરોજ બુધવારે બપોર બે કલાકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે સાત જણા સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.