ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગેઝેટ અનુસાર, ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી છે. આ પ્રકારની રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સમિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલની સભ્ય તરીકે નિમણૂંક થવા બદલ સરદાર પટેલ યુનિવર્સિટી પરિવાર ગૌરવ અનુભવે છે.