ઈંટાળવા ગામની નાની મસ્જિદ ફળિયામાં રહેનાર ફઈર્શાદભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને ફોન દ્વારા માહિતી આપી હતી કે, તેઓ કબાટ માંથી કપડાં કાઢી રહ્યા હતા ત્યારે કબાટના ખાના માંથી અજાણ્યો અવાજ સાંભળાયો. કબાટનું ખાનુ ખોલતા અંદર લાંબો સાપ જોવા મળ્યો. જતીન રાઠોડે તરત જ ટીમના સભ્ય યોગેશ રાઠોડને ઘટનાસ્થળે મોકલ્યા હતા. અને સ્થળ પર પહોંચી તેમણે ધામણ પ્રજાતિનો બિનઝેરી સાપ સુરક્ષિત રીતે પકડી લીધો હતો.