વિજાપુર ખરોડ ગામે હાઇસ્કૂલ ખાતે પૂર્વ જીલ્લા પ્રમુખ નીતિન ભાઈ પટેલ ના પિતા નિવૃત્ત શિક્ષક છનાલાલ પટેલ ની 17મી પુણ્ય તિથિ નિમિત્તે ગંગા સ્વરૂપ માતૃવંદના અને દિવ્યાંગ સન્માન આર્યુવેદીક મેડિકલ કેમ્પ નો કાર્યક્રમ આજરોજ ગુરુવારે સવારે 11 થી 2 કલાક સુધી પૂર્વ ગૃહમંત્રી રજની ભાઈ પટેલ તેમજ ધારાસભ્ય સી.જે ચાવડા ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં જીલ્લા પંચાયત ના પ્રમુખ તૃષાબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતાં.