આગથળા પોલીસના માણસો ને ખાનગી રહે બાતમી મળી હતી કે ઠાકોર જગદીશભાઈ ભેમજી તેમજ મદારજી ગંભીરજી ઠાકોર બને આગથળા ગામે ભવાની હોટલની પાસળ ઈંગ્લીશ દારૂનું ચોરી છુપી રીતે વેચાણ કરે છે બાબતે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા જગદીશભાઇ ભેમાજી ઠાકોર રહે.આગથળા પ્લાસ્ટિકની થેલીમાં ગે.કા.અને વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટની દારૂ/બીયરની છુટક કંપની સીલબંધ બોટલો/ટીન-૧૦ કુલ કિ.રૂગ.૨૨૮૬/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ-૫૫૦૦/- એમ કુલ કિ.રૂ- ૭૭૮૬/- ના મુદામાલ સાથે પકડી પાડયો હતો