લાઠી તાલુકામાં ગાગડીયો નદી પર 1500 કરોડ લિટર જળસંગ્રહ, પદ્મશ્રી ધોળકિયાના પ્રયાસો રંગ લાવી લાઠી તાલુકાની દેવળીયા થી લીલીયા સુધી ગાગડીયો નદી પર રાજ્ય સરકાર અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા જળસંગ્રહ કામગીરી હાથ ધરાઈ છે. 25 કિ.મી વિસ્તારમાં 1500 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરાયો છે, જેના કારણે આસપાસના 50થી વધુ ગામોના તળ ઊંચા થયા છે અને ખેડૂતોએ રવિ પાકમાં ફાયદો થવાનું આજે 4 કલાકે જણાવ્યું છે.