આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરના ગોંડલ રોડ પર આવેલ ઓલા ઈલેક્ટ્રીક વાહનના સર્વિસ સ્ટેશનની બહાર ગ્રાહકોના રીપેરીંગ તેમજ સર્વિસમાં આવેલ વાહનો ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને ગ્રાહકો રોષે ભરાયા હતા અને સર્વિસ સ્ટેશનના માલિક વિરુદ્ધ કંપની દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.