નડિયાદ શહેરમાં ગુરુવારે થયેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિતના અગ્રણીઓ નડિયાદ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા શરૂ થતા વાતચીત તીવ્ર બની અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ. ઘટનાનો કૅપ્ચર થયેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.