આપણા જાંબાઝ સૈનિકો દ્વારા હાથ ધરાયેલું ઓપરેશન સિંદુર આપણો દુશ્મન દેશ ક્યારેય નહી ભૂલી શકે. પહલગામ હુમલામાં શહીદ થયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા અને માતૃભૂમિની રક્ષા માટે તૈનાત સૈનિકોની ગૌરવગાથા જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ થયેલી નડાબેટથી દાંડી સુધીની રાષ્ટ્રયાત્રા આજે કોળિયાક ગામે આવી પહોંચી હતી. યાત્રા દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામવાસીઓએ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી રાષ્ટ્રભક્તિની જ્વાલા વધુ પ્રજવલ્લિત કરી હતી.