અમદાવાદની શાળામાં સહપાઠીએ કરેલા ખૂનની ઘટના અને ત્યારબાદ ભુજ આદિપુરની શાળા કોલેજમાં બનેલા હિંસાના બનાવોની ચકચાર હજુ શમી નથી. ત્યાં ભુજની ભાગોળે આવેલી સંસ્કાર સ્કુલ એન્ડ કૉલેજમાં ભણતી ૧૯ વર્ષિય વિદ્યાર્થીની અને ૨૨ વર્ષના યુવક પર છરીથી હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે.