સુરત રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસ અને RPF ના સંયુક્ત ઓપરેશનમાં ૧૧.૯૯૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કબ્જે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. ૧,૨૫,૧૦૦/- આંકવામાં આવી છે.તા. ૦૬/૧૦/૨૦૨૫ના રોજ સુરત રેલવે પોલીસની ટીમ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનોના પેસેન્જરો પર નજર રાખી રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર-૦૧ પર 'દોડ-ગ્વાલીયર એક્સપ્રેસ' ટ્રેન આવીને ઊભી હતી.આ ટ્રેનમાંથી એક ઈસમ ઉતરીને પોલીસ ચોકીની સામે પસાર થઈ રહ્યો હતો.