રાધનપુરના શેરગંજ કોણસેલા ગામમાં તંત્રની બેદરકારીનો જીવંત દાખલો સામે આવ્યો છે.પશુઓને દવા આપવા આવેલા ડોક્ટરની ગાડી ગામના કાદવ અને ગંદકીમાં ફસાઈ ગઈ હતી.અંતે ગ્રામજનોને ટ્રેક્ટરની મદદથી ગાડી બહાર ખેંચવી પડી.ગામના રસ્તાઓ કાદવ અને પાણીના ભરાવથી તળાવ જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે.ગામજનોનો આરોપ છે કે અનેક રજૂઆત છતાં ગ્રામ પંચાયત ના સતાધિશો દ્વારા કોઇ કાર્યવાહી કરાઈ નથી.