વડોદરા : મુસ્લિમ સમાજના પવિત્ર ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઝુલુસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ડ્રોન ઉડાવીને ચકાસણી કરવામાં આવી રહી છે.કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખીને ડ્રોન ઉડાવીને તપાસ કરવામાં આવી રહી છે.