રાપરમાં ગઈ કાલે જ નગાસર તળાવ સામે નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેના પતિ દ્વારા કરાયેલ પાંચ દુકાનોનું બાંધકામ તોડી પાડ્યાં બાદ આજે વધુ બે સ્થળે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી.નીલપર પાટિયા પાસે સરકારી ખરાબાની જમીનમાં વીસ બાય દસ મીટર જમીનમાં બનાવેલી પતરાંવાળી દુકાનો અને હોટેલ જમીનદોસ્ત કરી દેવાઈ હતી.રાપરના પ્રાગપર રોડ પર પાબુધાર વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં ૨૫ બાય ૨૦ મીટરમાં ગેરકાયદેસર ઓફિસ અને વરંડો બનાવી કબજો કરેલ હતો જે તોડી પાડ્યા હતા.