ઉચ્છલ તાલુકાના મીરકોટ નજીક હાઈવે પર પડેલા ઊંડા ખાડા ને લઈ અકસ્માત સર્જાયો.તાપી જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડી જવા ના કારણે વાહનચાલકોની સમસ્યા વધી હતી.તો બીજી તરફ મીરકોટ નજીક ખાડા ને કારણે અકસ્માત થતા ટ્રક માંથી માલસામાન વેરવિખેર થઈ જવા પામતા નુકશાન થયું હતું.ત્યારે ખાડા ની મરામત વેહલી તકે કરાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.જે અંગે 3 કલાકે માહિતી મળી હતી.