હાલોલ તાલુકાના પાંચતાડ ગામથી મસવાડ જીઆઇડીસીને જોડતા નવીન રોડ રસ્તા નું ભૂમિ પૂજનનો કાર્યક્રમ આજે ગુરુવારે યોજાયો હતો. જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે શાસ્ત્રોક વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ, હાલોલ ભાજપા તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.